#Knight
ઘરના દરેક સભ્યોની જરૂરીયાત,ઈચ્છાઓ કે પછી સપના સાકાર કરવા મથતા દરેક પુરૂષ શૂરવીર છે.
પોતાના સંતાનોને અગવડ ન પડે માટે તેમની અંગત ઈચ્છાઓનું બલિદાન આપી, સંતાનોનું હિત વિચારનાર પિતા પણ શૂરવીર જ છે.
સંતાનો માટે સમય આવ્યે પોતાના ઘરેણાં સુધ્ધા ગિરવે મૂકી તેમનું ભવિષ્ય આબાદ થાય તેવું ઈચ્છતી માતા પણ શૂરવીર છે.
બિમારીમાં સપડાયેલા હોવાને લીધે જે પિતા કોઈ કામ કરવા સક્ષમ નથી, ત્યારે પરિવારના સભ્યોને નાણાકીય તંગીનો સામનો ન કરવો પડે તે માટે ભણતરને નેવે મૂકી નોકરી કરતો દીકરો પણ શૂરવીર છે.
જે સંતાને ઘડપણમાં માતાપિતાનો સહારો બનવાની જગ્યાએ તેમને વૃધ્ધાશ્રમમાં જવા મજબૂર કયૉ હોય, તેમની અેક હાકે મદદ કરવા દોડી આવતી દીકરી પણ શૂરવીર છે.
પતિ-પત્ની, ભાઈ-બહેન, દાદા-દાદી, પરિવારના સભ્યો,મિત્રો, આડોશ-પડોશના લોકો જે મુશ્કેલીના સમયે નિસ્વાર્થ ભાવે મદદ કરવા તત્પર હોય છે તે શૂરવીર જ છે.
ઘણા બધા લોકો માત્ર ફિલ્મ કે પુસ્તકોમાં જ શૂરવીર શોધે છે, પણ સાચા શૂરવીરો આપણી આસપાસ જ હોય છે, ફરક માત્ર અેટલો જ કે આપણે તેમને ઓળખી શકતા નથી.