Prem_222:
કરો પોતપોતાના કામો, ન્યાય નોં ડર રાખ્યા વિના,
આપણાં પાપ પણ ઘણા થયા, ન્યાય નોં ડર રાખ્યા વિના,
ચાલતા ને દોડતા કેટલાય જીવો, મરે છે પગ નીચે,
એનાં જીવનો હિસાબ ક્યાં, ન્યાય નોં ડર રાખ્યા વિના,
ઘણાંના મન દુખાય તો, ઘણાંના તન દુખાય જોયા વિના,
દિલ તૂટવા નોં હિસાબ ક્યાં, ન્યાય નોં ડર રાખ્યા વિના,
યાદો માં કેટલાય રમ્યા કરે, કેટલાય રૂબરૂ મળ્યાં કરે,
કોયનું મન હિંડોળે કોયનું દુખાય, ન્યાય નોં ડર રાખ્યા વિના,
મા-બાપ ની મર્યાદા તો પતિની આમન્યા કોણ કરે,
ઘડો ભરાય છે પાપ નોં, ન્યાય નોં ડર રાખ્યા વિના,
સેવા એજ પરમોં ધર્મ, ગુરૂ શીખ મળી બાળપણમાં,
માં-બાપની સેવા ભૂલ્યા માનવા, ન્યાય નોં ડર રાખ્યા વિના,
કેટ કેટલું વેઠીને મોટા કર્યા, પેટે પાટા બાંધીને ભણાવ્યા,
એ કોણ હિસાબ કરે અહીં, ન્યાય નોં ડર રાખ્યા વિના,
ભુલો ભલે બીજું બધું પણ, માં બાપ ને ભૂલસો નહીં,
અગણિત ઉપકાર ચૂકવજો, ન્યાય નોં ડર રાખ્યા વિના...
#ન્યાય