ન્યાય નિતી સૌ ગરીબ ને મોટા ને સૌ માફ.....
શુ લખવુ ન્યાય વિશે અન્યાય થશે ન્યાય ને
શુ બોલવું ન્યાય વિશે અન્યાય થશે ન્યાય ને
શુ કરવુ ન્યાય માટે એની આંખે પાટા
જે કરે છે ન્યાય કાને દઇ ને દાટા
ભાષા જુદી ન્યાય ની
સમજણ જુદી ન્યાય ની
લાગે સાદી નજરે સૌને એને સજા થાય ન્યાય થી..
વરસો ના અનુભવો થી લાગે કેમ થાશે ન્યાય
જ્યાં વારસામાં મલે છે અધિકાર કરવાનો ન્યાય
ત્યાં કેમ કરી ફટીચર સત્યને ન્યાય ન્યાય ન્યાય....
#ન્યાય