ચાલને ક્યાંક ફરી નીકળીએ,
મહાસાગરમાંથી પણ તરી નીકલિયે.
કૂવાના છીએ બધા દેડકાઓ,
ચાલને ક્યારેક બહાર ડોકિયું કરીયે.
પરિવર્તન થી ચાલે છે, આ દુનિયા,
તો ચાલને રૂઢિ- રિવાજો બહાર ફગાવિયે.
પ્રેમ એટલે કુસંસ્કારિતા માને છે,જગ;
તો ચાલને બધાની માન્યતા ઓ ખોટી પાડિએ.
ડરીને અન્યાય સામે જુકી જાય છે માનવી
ચાલને સૌને ન્યાય માટે લડતાં શીખવીએ
કેટલીય ઈચ્છા ને દફનાવાય છે અહીં,
તો ચાલને સહુને સપનાં જોતાં શીખવીએ.
દુઃખી થઈને પાગલ બન્યો છે, માનવી;
ચાલને એને પણ હસતાં શીખવીએ....
ચાલને ક્યાંક ફરી નીકળીએ
મહાસાગરમાંથી પણ તરી નીકળીએ
- Minii દવે
#ન્યાય