માનવ
કાગળની દુનીયા ને કાગળનો માનવ,
છે ફૂલોની પાછળ નો બાવળનો માનવ.
ફુલણશી એ ફુગ્ગો ઊડે છે આસ્માને,
ખાલીખમ ફૂંટેલો એ વાદળ નો માનવ.
ચોકે આવીને એતો અટવાતો અમથો,
દિશાઓ વીનાનો ઊતાવળ નો માનવ.
ઈજારાઓ તૂટ્યા કૌરવોના આજે તો,
સીમાડા ભૂલેલો ભૂતાવળ નો માનવ.
@ મેહૂલ ઓઝા