#માત્ર
માત્ર ગેરંટી અપાય છે,વીમા ના રકમ ની
શ્વાસો ની ગણતરી ક્યાં લખાય છે?
માત્ર ધાન્ય ની ગુણવંતા નો દાવો કરાય છે,
દાંત ની ગુણવત્તા ક્યાં મપાય છે?
ક્રીમ ની એક્સપાયરી જોવાય છે,
સૌંદર્ય ની તારીખ ક્યાં નક્કી કરાય છે?
પૈસા, કીર્તિ થી માપદંડ નક્કી કરાય છે,
ચારિત્ર્ય ની ક્યાં ચકાસણી કરાય છે?
અત્ર, તત્ર, સર્વત્ર હુંકાર નો ગાન ગવાય છે,
અહમ નો રહસ્ય ક્યાં ખરડાય છે?
Mahek Parwani