માઁ માત્ર તારાં ગર્ભ થી ગોદ ની મુસાફરી કરવી હતી!
તારાં થાકી મારાં જીવન નો પ્રવાસી બનવું હતું,
હતી તું મજબૂત, મને જન્મ આપી શકે એટલી,
તોય હતું તારાં માં કશુંક ખૂટતું!!
તે દુનિયાની વાત કેમ કાને ધરી??
તું પણ છો એક સ્ત્રી એ કેમ ભૂલી??
માઁ થઇ ને તું "અજન્મા દીકરી" ની દુશ્મન કેમ બની?
તું મારી માઁ બનતા કેમ અટકી??
તારાં પ્રેમ ના વરસાદ થી મને કેમ ના ભીંજવી??
માઁ તારી મરજી થી જ હું તારી "કુખ"માં પ્રગટી !
તોય કેમ હું આજે મારાં જીવન થી ભટકી??
માત્ર થોડીક હિંમતકરી હોત તો હું હોત આજે જીવતી??
વાંક મારો એક દે તું બતાવી?
બાળ હું તારું માત્ર "દીકરી" થઇ ને આવી!!
એ સિવાય ભૂલ છે મારી??
માં હું જન્મ લેવા ઘણી કુખ ભટકી!!
પુરા માસ મને કોઈ માઁ એ ઉદર માં કેમ ના સુવા દીધી?? by. dr. priyanka gorasiya