:::::::::::::::::::::::::::::::::::: #માત્ર :::::::::::::::::::::::::::::::::::
સવાલ :- નિઃસ્વાર્થ પ્રેમ એ શું માત્ર શબ્દો,ભેટ કે તૃપ્ત થયેલી માંગણીઓથી માપી શકાશે ?
જવાબ :- ના.એતો આંખોથી નીતરતી લાગણી માત્ર છે.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
જ્યાં મૌન બોલે ને શબ્દો ચૂપ,
એ જ છે માત્ર પ્રેમ.
જ્યાં ભેટની કોઈ અપેક્ષા નહીં,
એ જ છે માત્ર પ્રેમ.
જ્યાં માંગણીઓ થંભી જાય,
એ જ છે માત્ર પ્રેમ.
અને અસ્ખલિત લાગણી વહે,
એ જ છે માત્ર પ્રેમ.
અરે..!
આ આંખોથી વાંચવાની કળાઓ,
એ જ છે માત્ર પ્રેમ, અખૂટ પ્રેમ..!
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૧૬/૦૫/૨૦૨૦
સમય:- ૧૧.૧૧
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::