Gujarati Quote in Poem by Mehul Oza

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવચ

હતું જે કવચ એ ઉતારી ગયો છું,
બધા ભાર સૌના શમાવી ગયો છું.

નથી ચોકઠામાં સમાયેલ કેદી,
હૃદયમાં જ ઝાંખી લગાવી ગયો છું.

નથી કોઇ હોતું સદાયે સમીપે,
જગતના ભરમ સૌ બતાવી ગયો છું.

ફકત છેવટે તો થવાનું જ શૂન્ય,
સઘન ભાવનાઓ ભૂલાવી ગયો છું.

@ મેહૂલ ઓઝા

Gujarati Poem by Mehul Oza : 111435855
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now