પડઘો
મુદ્દલથીયે વ્હાલું લાગે જેને એનું વ્યાજ,
દાદાનેતો રમતું સપનું લાગે એનું આજ.
ઉઠી પડઘો કબરોમાંથી કાને જો અથડાય,
આવવું પડશે છોડીને તારે પણ તખ્તો-તાજ.
ખુલ્લી આંખે તું સાખી લેછે કેવા કપટી કાજ !
રોકે નાં આતમ તુજને કાં નેવે મૂકી લાજ ?
ચેતી જાજો ઉંદરડાઓ નાં કરશો કઈ અવાજ,
સાવજ તો સૂતો ભલો, નાં હિતમાં એની ગાજ.
@ મેહૂલ ઓઝા