જણાવી શકું છું.....
ફક્ત એટલું હું જણાવી શકું છું,
મળે જો સહારો તરાવી શકું છું.
ભલેને ગણો ઘાસ અમને નકામા,
તિરાડો મળે તો ઉગાવી શકું છું.
ચહેરા ઉપરની કરચલી બતાવી,
જખ્મ એ હૃદય ના ગણાવી શકું છું.
ભલે ઠોઠ છું હું નથી હોશિયારી,
છતાં પાઠ સૌને ભણાવી શકું છું.
ન કલ્પી શકો એ હું જોઈ શકું છું,
ગગનમાં ઇમારત ચણાવી શકું છું.
@ મેહૂલ ઓઝા