રાધા નું lockdown!!!
આ lockdown હવે સહેવાતું નથી!
તારી વાંસળી વગર હવે ચાલે તેમ નથી,
તારાં સિવાય બીજા કોઈ ના રંગે રંગાવું નથી,
માધવ! મને મળવાનું તારી પાસે એકપણ બહાનું નથી??
તારાં વાયદા તો પતતા જ નથી,
શયામ! મારી દુનિયામાં તારાં સિવાય બીજું કોઈ જ નથી!!
તે આપેલા "મોરપીંછ" થી કાંઈ ચાલે તેમ નથી,
"માસ્ક" વગર કોઈ ચાલવા દે તેમ નથી!!
મારું મન મારાં જ ઘરમાં લાગતું નથી,
corona ને તારું સરનામું કોઈએ આપેલ નથી!!
corona થી આટલો બધો ડરે છો એટલે, તારી "નાગદમન" ની વાતો સાચી લાગતી નથી!!
"ફસાયો છો હું lockdown માં"એવું મારે સાંભળવું નથી,
સાચું કહું મધુસુદન!!" મને મળવાની તારે મન મારાં જેટલી તાલાવેલી નથી!!!
✍️priyanka vijay gorasiya