::::::::::::::::::: #અંતર્મુખ ::::::::::::::::
બહિર્મુખી બની ઘણું જોઈ લીધું રુદ્ર,
જરા હવે અંતર્મુખી બનીને પણ જો.
આ દુનિયા બોલે છે કંઈ ને કરે છે કંઈ,
જરા જાત સાથે વાર્તાલાપ કરીને જો.
વ્યર્થ મથામણો બહુ કરી લોકો સાથે,
જરા હવે મન સાથે મથામણ કરી જો.
બસ હવે, બહુ થયો આ વ્યર્થ દેખાડો,
જરા હવે સત્યના બાણ છોડી તો જો.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૧૫/૦૫/૨૦૨૦
સમય:- ૦૧.૦૧
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::