મને મારી જાત સાથે ટહેલવુ ગમે છે,
મને અંતર્મુખ બનીને જીવવુ ગમે છે.
મને એ ભીડમા એકલાપણુ ખુંચે છે,
મને મનના એકાંતને માણવુ ગમે છે.
મને જાત સાથે ગણગણવુ ગમે છે,
આ ભરેલા ટોળાઓમા મૌન ગમે છે.
આ ખામોશીઓને વાગોળવી ગમે છે,
આ હદયના ટહુકા સાંભળવા ગમે છે,
આ વિચારો સાથેની મુસાફરી ગમે છે.
રશ્મિ તુ કયારેક બની જોજે અંતર્મુખ,
અને કરી લેજે તારી આ જાતની સફર.
મને મારી જાત સાથે ટહેલવુ ગમે છે,
મને અંતર્મુખ બનીને જીવવુ ગમે છે.
#અંતર્મુખ