પાગલ બની ભટકું છું,
તારી ચોખટે નમન કરું છું.
તું જ મારો કિરતાર,
તું જ મારો હરિ માવો,
તું જ ઈશ્વર અલ્લાહ,
ઈબાદત મંદિર મસ્જીદે કરું છું.
મહોબત થી મોટી કોઈ મિરાત નથી,
લાગણીથી ખુશામત તારી કરું છું.
પથ્થર ની મૂર્તિમાં કિયા પ્રાણ હોય છે... !?,
ધબકતા ગદાધારી પર વિશ્વાસ કરું છું.
શૂન્ય સૃષ્ટિ બની જશે વિચાર આજે આવ્યો,
અઝીઝ કિરતાર તારા અસ્તિત્વનો વિચાર કરું છું.