💐આજે બસ પાગલપન મુબારક 💐
સમજદારોને સમજદારી મુબારક હો..!
પણ,
આજે થશે રજૂઆત....... ઓ,પાગલ!
લઇ શબ્દોનો સંગાથ........ઓ,પાગલ!
::::::::::::::: હું નથી પાગલ ::::::::::::::::
ઓ,મહાન પાગલ,તુચ્છ પાગલ!
જ્ઞાની પાગલ ને અજ્ઞાની પાગલ!
પાગલ નથી હું,નથી મહાપાગલ,
જમાનો પાગલ, હું નથી પાગલ.
પાગલ,હું નથી કોઈપણ પાગલ,
ના હતો,ના છું,ના રહીશ પાગલ.
થયો નથી હું જમાનામાં પાગલ,
થઈ ગયો છે જમાનો જ પાગલ.
હતો ન કોઈ દિવસ પણ પાગલ,
જમાને બનાવી દીધો છે પાગલ.
વણમાગ્યા સંબંધમાં જ પાગલ,
થઈ ગયો છું હવે હું મહાપાગલ.
ઈચ્છું છું હવે કોઈ અહીં પાગલ,
જે બનાવે મને પણ અહીં પાગલ.
અરે!!
પાગલ છું હું હવે આજે તારામાં,
પાગલ બનીશ, હવે તું મારામાં??
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૧૪/૦૫/૨૦૨૦
સમય:- ૧૦.૪૪
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
#પાગલ