પરિચિત છું જીવનના ગાળેલા સમયથી....
પરિચિત છું આંખોએ જોયેલા સ્વપ્નાંઓથી....
પરિચિત છું લાગણીઓની ભરતી-ઓટથી....
પરિચિત છું નિહાળેલા પ્રત્યેક્ષ અનુભવોથી....
પરિચિત છું હાસ્ય-રુદનના અવનવા રંગોથી....
પરિચિત છું મારી અંદર રહેલા 'હું'ના જવાબોથી....
છતાં પરિચિત કરાવતો રહે છે અંતરાત્મા....
જીવનના દરેક પાસાઓથી....