રાધા ને મન ન કોઈ કૃષ્ણથી અધિક ' પ્રિય' છે.
એ 'અમર' જેની જોડી શુદ્ધ પ્રેમની 'પ્રતીક' છે.
'કયામત' ના કેટલાય 'ઘાવ' ઝીલેલું હોઠે સ્મિત છે.
એતો રાધાના હૈયે ઉભરાતી 'વહાલમ' ની રીત છે.
મહેલોમાં રહીને પણ ક્યાં રૂકમણી 'ખુશનસીબ' છે.
ને જંગલમાં કાન ને મળી ને રાધા અહો! 'હર્ષિત' છે.
આદુનિયા પણ જોને ભેરુ કેવી અજીબોગરીબ છે.
કોઈ સાત ફેરે પણ વ્યથિત ને કોઈ વિરહે દ્રવીત છે.
મન્નત માંગીને થયા ભેળા, હવે સાથે પણ અલિપ્ત છે.
મળ્યા ના એમના મન એમાં "કુદરત" ને પણ ખેદ છે.
અંતે તો, ભાવુ નિષ્કર્ષ એવો એકજ અહીં ચલિત છે.
જુદા જ રહેવું કે ભેગું પરવા નથી, જો પ્રેમ અવિરત છે