આવી અણધારી આફત વકર્યો તેનો કહેર
હવે તો હે કુદરત! તુજ કરને મહેર!
આ રંક,બિચારા ને બાપડા,
અમીરોને પણ થયા વહાલા ઝુંપડા
શહેરની માયા ત્યજી, વતનની વાટ લીધી
મંચૂરીયનને મેગી ત્યજી, ખીચડી -કઢી વ્હાલી કીધી.
શહેરની મજા એ બર્ગરને પિઝા,
આજે ગામડે જવા લોકો કઢાવે છે વીઝા.
ભૂલ ભોગવતો માનવી પસ્તાયે દિન આજે
પ્રકૃતિની વિકટ સ્થિતિ કરી નિજ કાજે
હાથ જોડી હું માંગુ ,કરજો નાથ મહેર
આપના આશિષથી થાયે પૂન: લીલાલહેર!!!
[માહી બાવળિયા ]