દિલ પર આ સુકાયેલા ઉઝરડા શેના છે?
તારી જ યાદોએ કરેલી એ બેવફાઈ ના છે
મન્નત ને મનછા જોને અંતરમાં મરી પરવારી છે
આ શબ્દો ધારદાર વાગેલા પણ ભલા કોના છે ?
કાવડ માં સફરે મઝધારમાં હતી તુજ સંગાથે છે
એ હલેસાંનો ભારે ઉથલાવી એ હાથ કોના છે?
તું મળી ન શક્યો જીવન-મૃત્યુપર્યંત એ સ્વપ્ન છે
એ સ્વપ્નમાં ઉડેલ કડવાસના છાંટણા કોના છે?
"ભાવુ" નથી કહેવાતું દર્દ કેટલું હૃદયે ધરબી રાખે છે
એ દર્દ પર ફોરમતા ભૂંસાયેલા અમીછાંટણા કોના છે?
ભાવના જાદવ(ભાવુ)