માતૃભાષા દિવસ
પાપા પગલીના સ્વરથી જવાનીના વ્યંજન સુધી હું તારાથી જ ઓળખાઉં છું....
દિવ્યતા અને ભવ્યતા તારા ખોળે રમતાં
તારા આશીર્વાદે વિશ્વ અમે ફરતાં
અનેક નિત નીતરતી પ્રાદેશિક ભાત તારી
તારા થકી પ્રાદેશિક છાપ અમારી
અલગ અલગ શબ્દોથી કાળક્રમે તું રંગાળી
અમારી પહેલા તે અમારી ઓળખ કરાવી
શબ્દોનો શૃંગાર કરી ચાલી તું કલમના કેડે
હે! ગુજરાતી કોઈના આવે તારા તોલે
હોઠ શોભાવી બની વાણી અમારી
ભાષા નહીં તું છે માત અમારી
~ હિરેન પટેલ