જન્મ થાય ત્યારે માતાની ગોદ નો પરિચય,
અને મૃત્યુ થાય ત્યારે માટીની ગોદ નો પરિચય,
જિંદગીમાં સનાતન સત્ય છે આ પરિચય,
બાકી જીવનમાં અરીસા જેવા બની રહ્યા છે પરિચય,
જો તમે પ્રકાશમાં હો તો પ્રકાશિત બની રહે પરિચય,
જો તમે અંધારામાં હો તો ધુંધળા બની જાય પરિચય,
અને જો તમે તૂટી ગયા તો વેરવિખેર થઈ જાય પરિચય.
#પરિચય