હતું મારા મનને કે ત્યાં પણ વિશ્વાસ છે,
ને હું મન મુકીને વહેતો રહ્યો ;
જાણ થતી રહી એના અવિશ્વાસની,
ને હવે દિલના દ્વાર બંધ કરી મહેકતો રહ્યો.
નામ કરી દીધો હતો એના, મારા આ પ્રેમ ને,
ને કોઈની પણ પરવા કર્યા વિના રણકતો રહ્યો;
ઉકેલતો ગયો એના મનની ઊંડાણને,
ને હવે પ્રેમની પરિભાષા પર કણસતો રહ્યો.
રાખ્યો તો સંબંધ એની લાગણીઓ સાથે,
ને પરિણામના પહાડોને હડસેલતો રહ્યો;
પણ જાણ થતી રહી કોઈની દરખાસ્તની,
ને હવે પ્રશ્નની લપસણી ટેકરીમાં ટહેલતો રહ્યો;
નાખી દીધી હતી અજાણી દુનિયાને એના ખોળામાં ,
ને કોઈ પણ મર્મ વગરની વાતો કરતો રહ્યો;
આજે એજ દુનિયાની વાતોથી પરેશાન થઈ,
ને "હાર્દિક" રોષ ની અગનજ્વાળા ને સેહતો રહ્યો.
✍️ Hardik Kothiya (H.K.)