Gujarati Quote in Poem by Shefali

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારતીય લગ્ન વ્યવસ્થાને સમર્પિત..

આમ તો પરિચય વિનાનો પરિણય હતો,
તોય એમાં ભળ્યો એકમેકનો પ્રણય હતો.

શરૂઆત ક્યારે થઈ ને કોણે કરી પહેલ.!?,
એ પ્રશ્ન જ એમના માટે સાવ ગૌણ હતો.

મુશ્કેલ પરિસ્થિતિમાં આધાર બની રહ્યા,
ને જવાબદારી તળે પણ ખીલ્યો સંગ હતો.

સંસાર રથનાં બે સમતળ પૈડાં બનીને,
સુખરૂપ આગળ વધાર્યો એમનો રથ હતો.

આમ તો માતા પિતાએ જોડેલો સંબંધ હતો,
તોય જોને કેવો એમાં પ્રેમનો અનુબંધ હતો.!
©શેફાલી શાહ

Gujarati Poem by Shefali : 111432414
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now