::::::::::::::: પરિચય શું આપું :::::::::::::::::::
પરિચય શું આપું હું મુજનો?
પરિચય આપશે હવે તુજને...
આંખોમાં મુજ સ્નેહ,
કવિતામાં મુજ લેહ.
શાસ્ત્રોમાં મુજ જ્ઞાન,
સમાજમાં મુજ માન.
શિક્ષણમાં મુજ ગુણ,
સમુદ્ર મહીં મુજ લૂણ.
દુશ્મનને મુજ ખમીર,
યુધ્ધે મુજ શસ્ત્રાગાર.
મુશ્કેલીએ મુજ જ્ઞાન,
મિત્રોને મુજ બલિદાન.
અરે...!
દેશહિત,સુરક્ષા,ગૌરવને કાજ,
ખપાવીશુ આ પરિચયને આજ..!
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૧૩/૦૫/૨૦૨૦
સમય:- ૧.૩૫
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
#પરિચય