શ્વાસની મુલાકાત છે, આયખું ખુશનુમા;
શું મેળવ્યું જિંદગીના ,હોનહાર હુશ્ન માં,
દિલે યાર ચમન ,જ્યાં ફુલો થી લદબદ'ને,
પામ્યાં નહીં અત્તર સમી ,હયાતિ હુશ્ન માં;
છે રાગી મન ના રંગ રાગ , તૃષ્ણા પોષવા,
ચિત્તનું નિર્મળ ચૈતન્યએ,ક્યાં ગયું હુશ્ન માં!
વિતરાગ ના વિતરણ માં, માયા મેલી દીધી,
ભીતરથી રંગીન જાત છે, દુન્યવી હુશ્ન માં;
આનંદ બેફામ છે બોલકો , સત્ય કડવું ખરૂં,
ત્યાગ વગર ,મોક્ષ મળે નહીં ,હકીકી હુશ્ન માં;