માતાના પ્રેમ ખાતર ગાળામાં પહેરેલી વૈષ્ણવ દીક્ષાની કંઠી ગાંધીજીને ધાર્મિક દષ્ટિએ મહત્વની લાગતી નહોતી, પણ એ માળા, માતાના જે પ્રેમને તાંતણે ગૂંથાઈ હતી, તે તાંતણો મહત્વનો હતો.એમને ખ્રિસ્તી ધર્મ તરફ દોરી જનારા મિશનરી મિત્રને એ કંઠી માં અંધશ્રદ્ધા દેખાતી હતી. પણ ગળામાં પહેરાતાં ક્રોસમાં દેખાતી નહોતી.