ઘણા સમય પહેલા ઇંગ્લેન્ડમાં એક મહિલા રહેતી હતી જેને ફ્લોરેન્સ નાઇટિંગલ કહેવાતી હતી.તે નર્સ તરીકે ખૂબ પ્રખ્યાત થઈ ગયા હતા.તેમણે માંદગીના ઈલાજ માટે ઘણું કામ કર્યું હતુ.
ફ્લોરેન્સ નાટીંન્ગેલનો જન્મ એક સારા કુટુંબમાં થયો હતો. એનું નામ ઇટાલીના શહેર પર રાખવામાં આવ્યું જ્યાં તેનો જન્મ 12મે1820ના રોજ થયો હતો.ફ્લોરેન્સ ઇંગ્લેન્ડમાં મોટા થયા હતા.તેના પિતાએ તેને ઘરે ભણાવ્યા હતા.તેમણે અંગ્રેજી, ઇટાલિયન, લેટિન, જર્મની, ફ્રેન્ચ, ઇતિહાસ જેવા અનેક વિષયોમાં એમના પિતાએ એમને ભણાવ્યા હતા,
ફ્લોરેન્સ તેની બહેન અને માતાપિતા સાથે ઘણા દેશોમાં ગયા હતા.તેમણે પોતાના માટે ઘણા બધા લેખો લખ્યા. એક દિવસ તેમણે લખ્યું, "આજે ભગવાનએ મારી સાથે વાત કરી અને મને એમની સેવા માટે બોલાવી છે" તેણે જીવનમાં કેટલાક ઉપયોગી કામ કરવાનું નક્કી કર્યું.
ફ્લોરેન્સ અન્યને મદદ કરવા માંગતી હતી.તે નર્સ બનવા માંગતી હતી પરંતુ તેના માતાપિતા અને તેની બહેન તેને નર્સ બનવા દેતા નહોતા.
એના માત-પિતા એના લગ્ન એક ધનવાન વ્યક્તિ સાથે કરવા માંગતા હતા,અને એ આરામની જીંદગી જીવે એવું ઇચ્છતા હતા,
તે દિવસોમાં સારા ઘરની છોકરીઓ નર્સ બનવું પસંદ નોતા કરતા કેમકે એક તો ઓછા પૈસા મડતા અને બીજું એ કે નર્સોનું કોઇ માન સંસ્માન અને આદર નો કરતા,અને તે દિવસોમાં હોસ્પિટલો પણ સારા નો હતા,ચારેબાજુ ગંદકી હતી,તે દિવસો માં કોઇ બિમાર લોકોના વોર્ડને સાફ પણ નો રાખતું અને એમના બેડ પર ગાદલું કે ચાદર પણ કોઇ બદલતું ના હતુ,
અને રોગી ઓને કોઇ થીક થી જવાબદારી પણ નો લેતું, એમની સેવા અને રોગી ઓને સાફ પણ કોઇ નહતું કરતુ,
અને છોકરી જે નર્સ હોય એને રોગી ઓના વોર્ડની બારે સુવું પડતું હતુ.
ફ્લોરેન્સને આ બધાની પરવા નહોતી. તેણે શાંતિથી નર્સ બનવાનું વિચાર્યું.જ્યારે તેની દાદી બીમાર પડી ત્યારે તેને પહેલી તક મળી હતી,
ફ્લોરેન્સ તેની સાથે રહ્યી અને તેની સંભાળ રાખતી.ધીરે ધીરે,તેણે નજીકના ગામના ગરીબ લોકોને મદદ કરવાનું શરૂ કર્યું.ફ્લોરેન્સ જલ્દી સમજી ગઈ કે તે પોતાનું કામ બરાબર કરી શકતી નથી. તેણે પોતાનું કામ કરવાની તાલીમ લીધી ન હતી.તેથીજ એમણે દવાઓ વિશે પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું.થોડા વર્ષો પછી તેઓ જર્મની જવાની તક મળી.ત્યાંની હોસ્પિટલમાં નર્સિંગ શીખવાની તક મળી.
જ્યારે તે ઈંગ્લેન્ડ પાછી ફરી,ત્યારે તેઓ બીમાર દેખરેખ ના અધીક્ષક બન્યા.તેમણે નર્સોને તાલીમ આપવાનું શરૂ કર્યું અને તેઓ પ્રખ્યાત થઈ ગયા.
સન1854માં ક્રિમિયન લડાય થય ગઇ હતી,તો સરકારે એમને એક સંસ્થા "સંટરી ઇન ટર્કી" મોકલ્યા,ત્યારે તેઓ 40 નર્સોની ટીમની ઈન્ચાર્જ બન્યા હતા અને હોસ્પિટલ ઘાયલ થયેલા સિપાહિ ઓથી ભરેલું હતુ,
ફ્લોરેન્સે હોસ્પિટલની હાલત સુધારવા માટે ખુબ જ પ્રયત્નો કર્યા હતા,
તેણે હોસ્પિટલની સફાઇ કરી અને એક નવું રસોડું બનાવ્યું જેમાં સારો ખોરાક આપવામાં આવે,પોતાના પૈસાથી તેણે દર્દીઓ માટે નવી ચાદર અને કપડાં ખરીદ્યા. તે દર્દીઓની વાત સાંભળવામાં કલાકો ગાળતી.તેમણે દર્દીને ખુશ અને હળવા રાખવા માટે પ્રયત્ન કરતા હતા. રાત્રે તે દીવો લઈને એક પલંગ પરથી બીજા પલંગ પર જાતા હતા,આ સાથેજ તેમને 'લેડી વિથ ધ લેમ્પ' નામ મળ્યું હતુ.
ફ્લોરેન્સે એટલી મહેનત કરી કે તે ખૂબ બિમાર પડી ગયા. પરંતુ તેમણે ઇંગ્લેંડ જવાની ના પાડી.1860 માં, તેણે નર્સો માટે નાઈટીંગલ શાળા શરૂ કરી.તેના પ્રયત્નોના પરિણામે, આખા દેશમાં નર્સોનું સન્માન કરવામાં આવ્યું.
ફ્લોરેન્સ નાટીંન્ગેલ 13 August 1910 ના રોજ લંડનમાં અંતીમ સ્વાસ લીધા અને તેઓ નર્સિંગના ઇતિહાસમાં એક મહાન વ્યક્તિ બની ગયા હતા,
ક્રમસ:
લી.દિપ'સ ગઢવી