નોરતું ... સ્વાદનું !
નોરતાં વગરની આ નવરાત્રી,
સ્વાદના સફરનો હું આનંદ યાત્રી.
પીળાં ધોતિયે બેસન હાજરી પૂરાવે જાણે
નિમંત્ર્યો તવા કુમારનાં પીઠી પ્રસંગ ટાણે
પુષ્પની ની તરજ પર વરસે મજાના મરચાં
લીલાં કેડિયામાં મરચાંનાં દિવાસ્વપ્નનાં પરચા
પિતાંબર રંગે રંગાયું વ્રજ નું પટાંગણ,
બેસન મરચા ધાણા ખેલૈયા સહુજણ.
મધુર એવા ટહુકા કરે રાસ રમંતો મોરલો,
છણકા કરી તેલના, આ ગોવાળીયો બનાવે પૂડલો.
એક બાજુ પરિપકવ થઈ તવેથા મહારાજ થી ઝીલાયો
સંપૂર્ણ થઈ તૈયાર પૂડલો પણ બન્યો કુંજગલી નો ખેલૈયો.
✍🏾.. પંકિલ દેસાઈ