Prem_222: સાંભળવુંતું એમનું ગીત મારે, સમય પાછો મળશે કે કેમ,
હળવા હોઠે બેઠેલો કોયલ મીઠો,સ્વર પાછો મળશે કે કેમ,
મહામારીએ તો હદ કરી, કોણ કોણ આવી જશે સકંજામાં,
મારા મિત્રો દેશવાસીઓનોં ઉમંગ પાછો મળશે કે કેમ,
હાથમાં હાથ મૂકી બેઠેલા, એ પ્રેમી પંખીડાઓનોં કલરવ,
એ ચહેરા પરનું સ્મિત ને હોઠ પરની લાલી પાછી મળશે કે કેમ,
સાંભળ્યું તું કે કુદરત બહુ ઉદાર છે, આજે જોયો એમનો કહેર,
લાખો માઁ બહેન પત્નીઓનોં સહારો પાછો મળશે કે કેમ,
ચાર રસ્તે જઉં તો પણ હળવે હળવે ચાલુ ક્યાંક જોઈ જશે,
દેશ ના રક્ષકો ના આપેલા બલિદાન નું વળતર મળશે કે કેમ,
ધરતી માઁ એ સમાવયા ખોળામાં આ કોરોનાના ભક્ષક ને,
લાજ રાખજે માઁ જોઈ આજે તારું પણ વળતર મળશે કે કેમ,
આંબલી પીપલી રમતા રમતા ક્યાં પહોંચી ગયા ખબર નહીં,
વૈજ્ઞાનિક ને ખૂબ લાગ્યો સમય કોરોના ની રસી મળશે કે કેમ,
આ ફિલ્મ સિરિયલ નું શૂટિંગ બધું ક્યાં સુધી બંધ રહેશે,
અમારી મહિલાઓ જાગી તો કોરોના પાછો જોવા મળશે કે કેમ,
આટ આટલી સાવચેતી રાખ્યા પછી પણ લોકો સંક્રમિત થયા,
જવાનો ને હાથ લાગ્યો તો કોરોના પાછો જોવા મળશે કે કેમ.
#સાંભળવુ