પોતાના વિશે ન સાંભળે ને પાડોશી ની બારીએ કાન ધરે,
વણ જોઈતી સલાહ આપે ને આખો દી નવરો ફરે.
થાય હિત બીજાનું એ તેને જરાય ન પોષાય,
એતો આગળ વધ્યો જાય બીજા ભલે શોષાય.
સ્વાર્થ ભરેલો દરિયો જેનો એ એકલોતો અધિકારી,
પેટ ભરવા હણે પ્રાણીને એ શેતાન રૂપી શિકારી.
જરાય સાંભળવું ન ગમે ને કરે બધા ની વાતો,
મતલબી,શેતાન, દુસ્ટ બનીને આ માનવ ખૂબ હરખાતો.#સાંભળવું
લિ.ભાવેશ એસ રાવલ