#સાંભળવુ
માં..ઓ..માં..મને સાંભળને મારે તને કંઈક સંભળાવું છે.....
તને યાદ છે તું મારી આંગળી પકડી ને ફૂલ પાન બતાવતી....
તને યાદ છે તું મારી આંગળી પકડી ને ચાંદ સૂરજ બતાવતી....
તને યાદ છે હું તારા ખોળા માં બેસું તો તું મારુ માથું ચૂમતી...
તને યાદ છે મને તારી પાસે ખેંચીને પછી તારી આંખો માંથી સ્નેહ વર્ષા થતી....
તને યાદ છે તું તકલીફ વેઠીને મારી મુશ્કેલી દૂર કરતી....
માં....મને એ બધું જ યાદ છે એટલે જ વારંવાર નતમસ્તક થવા ની ઈચ્છા થાય છે