#માઁ #mothersdaypoetry #mothersday2020 #happymothersday #mothersdaywishes
.
Mothers day 2020
મારી કલમ ને મારા શબ્દો કદાચ ટૂંકા પડશે
'ગુણગાન' ગાવ તારા તો એ અધૂરા રહેશે
વ્હાલ મમતા ને વાત્સલ્ય માં 'પાલવ' મળશે
એને ઓઢો તો પછી બીજા બધા વગડાના વા' લાગશે
ઘા રુજાવવા કેટકેટલાય શબ્દો રસ્તે રઝળતા મળશે
પણ કીડી ના નાનકડા ચટકા 'ખમ્મા' જ મટાડશે
દર્દો વાંચવા અવનવી દવાઓ ને ડાયરીઓ મળશે
પરંતુ અશ્રુવાણી હંમેશા હરખ માં જ છુપાતી મળશે
જાતભાત ના હુલામણા નામો ની હરીફાઈઓ મળશે
પણ 'મારો' કે 'મારી' ની અનુભૂતિ, માઁ ના મુખે થી જ મળશે
જિંદગી ના સારાંશ માં એક વણપ્રસ્તુત થયેલ વૃત્તાંશ મળશે
એ સફર માં, માઁ ના કોળિયા નો ઓડકાર જરૂર મળશે