માં, આજે ફરી તને સાંભળવી છે.
રમવા જતો જયારે, તારો સાદ રમતો કાનમાં ત્યારે તૂજ તરફ
આવતો, આજે ફરી એક વાર તારી તરફ દોડવું છે.
માં, આજે ફરી તને સાંભળવી છે.
જાગતો હું તારા મધુર ટહુકાથી,આજે ફરી જાગવું છે એ મધુર લહેકાથી.
માં, આજે ફરી તને સાંભળવી છે.
ભણકાર વાગે એ મધુર હાલરડાંનો,
આજે ફરી મારે એ સાંભળવું છે.
આજે કાન તરસે છે તને સાંભળવા, આજ ફરી તું સાંભરી છો.
માં, આજે ફરી તને સાંભળવી છે.
#સાંભળવુ