એક નવી વાનગી બનાવીએ.
સૌપ્રથમ 1 kg પ્રેમ લો.તેમાં બરાબર 200 gm સ્મિત ઉમેરો.આથો ચડી જાય પછી તેમાં 4 ચમચી વિશ્વાસ અને 30 gm સહાનુભૂતિ તથા 5 લીટર સચ્ચાઈ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટી ઘટ્ટ કરો પછી તેમાં તેટલા જ વજન જેટલો આનંદ અને હાસ્ય ઉમેરો .થોડી વાર વૈરાગ્ય ના ફ્રિજ માં રહેવા દો.કલાક પછી તેના ચોસલા પડી શત્રુ અને મિત્રો માં વહેંચો.આ જે વાનગી બની તેનું નામ જ છે "જીવન".