રણધીક ઉડે મેદાનમાં,કદી ખાલી ન જોને વાર કીયે,
સિસોદિયા વંશનો રાજકુંવર રાણો રાજ પ્રતાપજી;
શિરપાઘ નમાવા જોને હરઘડી અકબર મથે પણ,
તોય મૂછનો વાળ ડગે નહિ, એ રાણો પ્રતાપજી;
કૈંક ધડ લીધા કંઇક ધડ દીધા વંદન ભૂમિ મેવાડની,
જેનો ચેતક સમ સવારો જોને, એ રાણો પ્રતાપજી;
જેનાં ભાલાની નોકેં થી મુઘલ કેરા ભેરૂ ધ્રૂજે,
એવો ગરવો હિન્દ સમરાટ એ રાણો પ્રતાપજી;
જે શમશેર કેરી ધારથી દુશ્મન હૃદય ફફડી ઉઠે,
માતૃભૂમિ રક્ષક ભારથી, એ મારો રાણો પ્રતાપજી.
હિન્દુ ધર્મ ધ્વજ રક્ષક, મારા આદર્શ એવા વીર મહારાણા પ્રતાપ જી ની જન્મ જયંતી નિમિત્તે મારી શબ્દાંજલિ..
🙏🙏🙏🙏💐💐💐💐💐
....✍️ ભાર્ગવ જોષી "બેનામ"