પ્રકૃતિ હારે પ્રેમ કરતા શીખી રહ્યો છું થોડું થોડું પણ નવું કાંઈક શીખી રહ્યો છું પાંખો વાળું હું પંખી તોય ન ઊડી શકું થોડુંક વગર સહારે ઉડતા શીખી રહ્યો છું સમયને સમયની જ જાળ માં પરોવીને થોડો સમય ને સમજતા શીખી રહ્યો છું શુદ્ધ થતું જાય છે ઘણું બધું આ જગતમાં થોડો સ્વભાવ ને ગાળતા શીખી રહ્યો છું માણસ ને માણસ થી દૂર થવું પડ્યું છે થોડા અંતર મનના માપતા શીખી રહ્યો છુ બોલી બોલી ને થકી ગયો છે જીવડો જોને થોડીક ભાષા મૌનની પણ શીખી રહ્યો છું ઊગી નિકળા ભીરતામાં ઝાડ એકલતાના થોડોક નિજાનંદ ખોજતા શીખી રહ્યો છું કુણું તો સાવ કુણું મારુ આ કાળજું થોડું થોડું પણ કઠણ કરતા શીખી રહ્યો છું - જીતેન ગઢવી