#Grow

હૈયાના હેતને પામી તો જો,
વધેલા ધબકારને માપી તો જો .....

શ્વાસની સરગમ માણી તો જો,
ગમતીલા રંગે રંગાઈ તો જો .....

મધઝરતો સાદ સાંભળી તો જો,
સ્મિત સમું આભૂષણ પહેરી તો જો .....

અલગારી આનંદ માણી તો જો,
સાગર કેરી પ્રિતને પિછાણી તો જો .....

Gujarati Poem by Needhi Patel : 111426779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now