વીસરી જવી હતી મારી ઢીંગલીના હાથની એ મહેંદી,
વીસરી જવી હતી એની મીઠીમધુરી કિલકારીઓ,
વીસરી જવી હતી એની મારી સાથેની એ મસ્તીઓ,
વીસરી જવી હતી એ નાની નાની આંગળીઓ,
વીસરી જવી હતી પપ્પા પપ્પાની એ બુમો,
પણ....પણ....
હ્રદય સહેજ થંભી ગયુ અને આવ્યો એક અંતરના ઓરડેથી અવાજ, ,,,,
કેમ કરી વીસરીશ તારા હૈયાનો ધબકાર?
કેવી રીતે અળગો કરીશ તારાથી તારો જ પડછાય?
કેમ કરીને ભુલીશ ઘરની દિવાલમા ગુંજતુ એ હાસ્ય?
કેવી રીતે કરીશ વિદાય તારા કાળજાનો કટકો??😢😢
#વીસરવું