સુંદર ચહેરાઓ તો ઘણા મળશે તને,
પણ શુ તુ સુંદર હ્ર્દયને પારખી શકીશ!
ત્યા ઘણા હશે તારા શુભચિંતકો મિશ્રિત,
એમાંથી ઓળખી શકીશ સાચા સિકલને!
જોજે જરા તને મુંજવશે ખોટા મહોરાઓ,
તારી સામે કરતા સ્તુતિ બહાર કરશે નિંદા!
પણ સંકટમા એ મહોરાઓ થોડા દુર થશે,
અને હા તને પારખવાનો મોકો મળી જશે!
સાચા ચહેરાઓ કદી ન ભુલથીયે ખોતી રશ્મિ,
પછી ભલેને ખોવી પડે મહોરાઓની કતાર.
# ચહેરો