coronaકોરોના.....
આજે દેશ અને દુનિયા માં એક મહામારી બીમારી કોરાના ના આફ્ત ના સંજોગો સર્જાયા છે .. એ આપણા પુરાણો વખત ના મહાભારત ના યુદ્ધ લડવા જેટલી કપરી છે..જ્યારે એમાં દેશ આખું એક યુદ્ધ નું મેદાન બની ગયું હોઈ આવું લાગે છે પરંતુ જેમ જેમ મહાભારત ના યુદ્ધ ના જેમ શ્રી કૃષ્ણ એ અર્જુન ના સારથી બની ને આગેવાની કરી હતી તેમ આજ આપણા દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની સૂઝ બુંજ ને સમજ થી આપણા દેશ હિત માં નિર્ણયો લઈ રહ્યા છે અને તેમાં સહભાગી એવા આપણા દેશના સર્વ. ડોક્ટર.પોલીસ. નર્સ. સફાઈ કર્મી. આ બધા જ લોકો જે આ જંગ ને જીતવાના પૂરા પ્રયત્નો કરી રહ્યા છે દિવસ રાત એક કરીને પોતાની ફરજ બજાવે છે ધન્ય છે એવા બધા જ કર્મચારી ઓને જે માત્ર પોતાનો કે પોતાના પરિવાર નો નહિ પણ પૂરા દેશ નું વિચાર કરે છે....
આ લડાઇ માં જાણે આપણા દેશ ની એકતા છલકાઈ રહી છે આજ આપણા દેશની સંસ્કતિ છે જયારે સંકટ આવે ત્યારે બધા નો સાથ સહકાર થી બધા એક થય ને લડે છે ત્યારે મોટા મોટા દેશો હારી ગયા છે ત્યારે આપણા દેશના લોકો ના સાથ સહકાર થી આ જંગ જેવી પરિસ્થિતિ નો સામનો એક બનીને કરી રહ્યા છે...
તો આવો બસ બનતું યોગદાન આપીએ ને નિયમો નું પાલન કરીએ એજ આપણા દેશના હિત માટે છે. જરૂર વિશ્વાસ છે આ મહામારી માંથી આપણો દેશ અને બીજા દેશો જલ્દી પાર ઉતરી જશે અને પાછું જન જીવન પેલા ની જેમ ધમધમતું થઈ જશે...
ફરી એક વાર આપણા યોદ્ધા અો સમાન સર્વ કર્મચારી ઓને દિલ થી આભાર વ્યક્ત કરું છું.
ચાલો આપણે પણ એમાં યોગદાન આપીને બચી એ.. ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ.