Quotes by Kajal Soni in Bitesapp read free

Kajal Soni

Kajal Soni

@kajalsoni3088


#અનુભવવું છું

હું અનુભવું છું તને મારી વંદના માં...
હું અનુભવું છું તને હર પ્રતિમા માં...
હું અનુભવું છું. તને મારી શ્રઘ્ધા માં...
હું અનુભવું છું તને મારા વિશ્વાસ માં...
હું અનુભવું છું તને મારા હર એક શ્વાસ માં...
હું અનુભવું છું તને મારા અંતર નાદ માં...
પરંતુ હું ઈચ્છુ છું તું મને અનુભવે તારા ભક્તિ ના હર નાદ માં...
હે શ્રી કૃષ્ણ તું હોય મારા રોમે રોમ મારા હર એક શ્વાસ માં...🙏🌹🙏

Read More

સાચો વાયદો#

વાયદા ઓ તો ઘણા સાચા થાય છે .
પણ શું..? અંત સુધી નિભાવાય છે.
લાગણી ઓ તો સચી વર્તાય છે તો એ કેમ હર વખતે વિશ્વાસ તૂટી જાય છે.

મન કહે હર વખતે ક્યાં અને શું ખૂટી જાય છે
કેમ ફરી ફરી વાયદા તો જુઠા પડી જાય છે
મન કહે છે ક્યાં હસે એ સાચો સંબંધ એજ વિચારી બસ હવે ધીરજ ખૂટી જાય છે.

મળશે ક નહિ સાચો વાયદો કરનાર સંબંધ હંમેસા એજ પ્રશ્ન થાય છે.

Read More

coronaકોરોના.....


આજે દેશ અને દુનિયા માં એક મહામારી બીમારી કોરાના ના આફ્ત ના સંજોગો સર્જાયા છે .. એ આપણા પુરાણો વખત ના મહાભારત ના યુદ્ધ લડવા જેટલી કપરી છે..જ્યારે એમાં દેશ આખું એક યુદ્ધ નું મેદાન બની ગયું હોઈ આવું લાગે છે પરંતુ જેમ જેમ મહાભારત ના યુદ્ધ ના જેમ શ્રી કૃષ્ણ એ અર્જુન ના સારથી બની ને આગેવાની કરી હતી તેમ આજ આપણા દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની સૂઝ બુંજ ને સમજ થી આપણા દેશ હિત માં નિર્ણયો લઈ રહ્યા છે અને તેમાં સહભાગી એવા આપણા દેશના સર્વ. ડોક્ટર.પોલીસ. નર્સ. સફાઈ કર્મી. આ બધા જ લોકો જે આ જંગ ને જીતવાના પૂરા પ્રયત્નો કરી રહ્યા છે દિવસ રાત એક કરીને પોતાની ફરજ બજાવે છે ધન્ય છે એવા બધા જ કર્મચારી ઓને જે માત્ર પોતાનો કે પોતાના પરિવાર નો નહિ પણ પૂરા દેશ નું વિચાર કરે છે....


આ લડાઇ માં જાણે આપણા દેશ ની એકતા છલકાઈ રહી છે આજ આપણા દેશની સંસ્કતિ છે જયારે સંકટ આવે ત્યારે બધા નો સાથ સહકાર થી બધા એક થય ને લડે છે ત્યારે મોટા મોટા દેશો હારી ગયા છે ત્યારે આપણા દેશના લોકો ના સાથ સહકાર થી આ જંગ જેવી પરિસ્થિતિ નો સામનો એક બનીને કરી રહ્યા છે...


તો આવો બસ બનતું યોગદાન આપીએ ને નિયમો નું પાલન કરીએ એજ આપણા દેશના હિત માટે છે. જરૂર વિશ્વાસ છે આ મહામારી માંથી આપણો દેશ અને બીજા દેશો જલ્દી પાર ઉતરી જશે અને પાછું જન જીવન પેલા ની જેમ ધમધમતું થઈ જશે...


ફરી એક વાર આપણા યોદ્ધા અો સમાન સર્વ કર્મચારી ઓને દિલ થી આભાર વ્યક્ત કરું છું.


ચાલો આપણે પણ એમાં યોગદાન આપીને બચી એ.. ઘરે રહીએ અને સુરક્ષિત રહીએ.

Read More

#માન

સંબંધો માં હોય સ્વમાન તોજ સંબંધ જળવાય છે બાકી સ્વાર્થ માટે તો ઘણા સવાદ રચાય છે ત્યારે ક્યાં સંબધ કે સ્વમાન ક્યાં જોવાય છે...?

સંબંધ સાચવવા ઘણી ભૂલ માફ થાય છે તો એ ફરી ફરી એજ ભૂલ કેમ થાય છે ત્યારે સંબંધ ક્યાં જોવાય છે...?

ના પેલા માન પછી સંબંધ
તો જ સંબંધ સ્વમાનથી જળવાય છે.

Read More