પાંદડાથી વીટળાયેલ ગર્વિત ડાળી,
ટટ્ટાર રહી હવામાં જુલ્યા કરે,
પણ ફળફૂલ આવતા જ લચી પડે,
માટે હે સાંસારિક મનવા,
વિસ્તરતા સંસાર માં અક્કડ બની ને
ફરવા કરતાં નમી ને રહેવું જોઈએ,
માન મેળવવા માનીતું બનીને રહેવું જોઈએ.
બી વાવીએ તો છોડ ઊગે,
કાંટા વાવીએ તો બાવળ ઊગે,
કુદરતી નિયમ છે આ સંસાર નો,
વાવો તેવું લણો,
માટે હે સાંસારિક મનવા,
સુગંધિત ફૂલો ની જેમ,
મહેક પાથરી દે,અને
ખટમીઠાં ફળો ના રસની જેમ,
સંસાર ને રસદાર બનાવી દે,કારણ,
માન મેળવવા માનીતું બનવું પડે છે.
#માન