આપણાં પ્યાર ને આપણી પ્રીતમાં,
હું તને એમ બાંધીશ નહિ ભીંસમાં.
વેદનાં લાગણી, શબ્દની ગીંચમાં,
આપણી વાત ને તું, ગઝલ ગીતમાં.
છે પ્રશ્ન, હોય છે કાન કો ભીંતમાં?
કે પછી, ના હતો દમ એની ચીસમાં!
પામવા સાથ રડતાં રહ્યાં મોહમાં,
કોઈને કંઈ મળ્યું ચીસાચીસમાં?
વાહ વાહી લૂંટો છો અક્ષ પણ,
શાયરોની વચ્ચો વચ્ચ તમે ભીડમાં.