Prem_222:
શાંત પડેલા આ સંબંધો ને ફરી પંપાળુ,
જો આ લોકડાઉન પતે તો ફરી બે અડધી ચા મંગાવું,
બવ દૂર પડી ગયું છે આ પ્રેમી પંખીડાઓને,
જો આ લોકડાઉન પતે તો ફરી તને મળવા બોલાવું,
દિવસોથી માન નથી કરાયું મિત્રો નું, ફરી લે પીવળાવુ,
જો આ લોકડાઉન પતે તો ફરી માવો મસળીને બોલાવું,
Movie જોવાનું તો યાદ છે ને લઈને આ ઠોબારુ,
જો આ લોકડાઉન પતે તો ફરી તને popcorn ખવડાવવું,
યાદોમાં ને બસ યાદોમાં જ માત્ર રહી ચાલ પોકારૂ,
જો આ લોકડાઉન પતે તો ફરી બે call કરી બાર બોલાવું,
હરવા ફરવાનું કાંઈ ભૂલાઈ ગયું ચાલ સંભાળું,
જો આ લોકડાઉન પતે તો ફરી તને long drive કરાવું,
શાંત પડેલા આ સંબંધો ને ફરી પંપાળુ,
જો આ લોકડાઉન પતે તો ફરી બે અડધી ચા મંગાવું.
માન સન્માનની વાત તો છેલ્લે રહી, ફરી ગળે લગાવું,
જો આ લોકડાઉન પતે તો ફરી બે અડધી ચા મંગાવું.
😍☕☕😍
#માન