આંખથી જ છીપાતી હોત તરસ,
તો ગળાને શુ ક્યાંરેય સુકાવું પડત ?
વાત હોય હૈયાની તો, ના હરખ ;
વેંઢારવું પડશે તારેય ઘણું દરદ !
બ્હાર છે કેવી જૉ સુમસામ સડક,
અને અંદરથી દિલ કરે ધડક ધડક !
એ જાણીને જ ન ઉચ્ચાર્યો હરફ,
ખાલી ખોટી એ રાખી દેત શરત !
એમ તો છે કાળજું અમારુંય કડક,
એટલે જ તો ક્યાં કઈ પડયો ફરક !
અમે નથી ઓછા ને છીએ અલભ,
ભરી દીધી એમના દિલમાંય તલપ !
-પીયૂષ કુંડલિયા