છે રૂપાળું 'ને ગૌરવી , નજાકતભર્યું તન તારુ શિશુ;
લજ્જાતી ભવ્ય , અલક લટકી , મુખકમલ નારી તણું તે;
ઉછળતો નભ , લટકા કરતો , અર્ણવથી અદકું શું તે;
નયનરમ્ય , સ્થિર ઉભો , ભપકો પહાડનો તે;
નજરું થાકે , માંડી ગગને , ભવ્યતા નભ તણી તે;
સૂર્ય-ચંદ્ર રોનકભર્યા 'ને દિવ્યતા એમની તે;
મંદિર તારું , ગૌરવ ઘણું ને , માનવે સર્જ્યું તે;
શૂન્ય થયું તે "રામ" સમયે , અનુત્તર ઘર પ્રભુનું.
#ભવ્ય