એક માળી કરાર માંગે છે,
ઝાડનો આવકાર માંગે છે.
આપશો મને જનમ મારો?
છોકરી આવનાર માંગે છે!
ને ઉકડવાનું આમ ક્યાં લગ છે?
રક્ત બીજો પ્રકાર માંગે છે.
કાં જીવણ, કાં પછી મરણ ચાહે!
જીવ ત્રીજો વિચાર માંગે છે.
જંગ જીતો, છે આશ એને પણ,
તો જ તલવાર ધાર માંગે છે.
કેમ ના થાય આપથી સેવા?
હાથ મારો ઉધાર માંગે છે!
ના સહન થાય અક્ષ તો પણ તું,
એ જ આફત ધરાર માંગે છે!