દરિયાને ઘમંડ ચડ્યો,
પોણી દુનિયામાં હું સમાણો,
મોજા ઓ ઊછળી ઊછળીને
ભવ્યતાનો દેખાવ કરે,
કહ્યું ધીમેથી નદી એ દરીયાને,
આટલો ઘમંડ શાને કરતો ફરે,
ખોબો પાણી તારું જગ ન માંગે,
મારા પાણીનો આખો લોટો પીવે,
તારુ પાણી પીને થુંકી નાખે,
જ્યારે મારા પાણી થી ઓડકાર ખાય,
એ ન સમજતો કે તું મારો સ્વીકાર કરે છે.
આ તો હું જ તારામાં સમાય જાઉ છું,
જગત ના કલ્યાણ અર્થે.
ભલે તું પુજાતો ભાગ્ય વિધાતા તરીકે,
આખા જગતની ક્ષુબ્ધા સંતોષી અને,
માતા ના અદકેરા સ્થાન થી હું પજાઉ છું.
#ભવ્ય