Gujarati Quote in Thought by Kinjal Dipesh Pandya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સહજ મળે તે માણું....

આ લોકડાઉન માં મોટે ભાગે બધું જ શીખી ગયા. ઘર પરિવારને સાંચવતા અને ઓળખતા વગેરે વગેરે બધું જ. પણ પોતાની જાતને ઓળખવાનો આ મહામૂલો અવસર ચૂકી ન જવાય એ જો જો. આપણે માણસોની એક ટેવ છે જ્યાં સુધી કોઈ પણ વસ્તુની જરૂર ન પડે ત્યાં સુધી એના વિશે વિચારતા નથી અને જરુર પડ્યે સહેલાઈથી મળી જાય તો પછી એની કદર નથી જ કરતાં. મહેનતે મેળવેલી સફળતા જ આજીવન યાદ રહે છે. જુઓ ને હવે જ્યાં સુધી મા બાપ જીવતા હોય છે, ક્યાં આપણને એમની કિંમત હોય છે!? અને કદાચ હોય પણ તો ક્યાં બતાવો છો!? ભાગ્યે જ કોઈ.... સમય ક્યાં છે આપણી પાસે! અમુક વાત, વ્યક્તિ કે વસ્તુ નું મૂલ્ય આપણ ને મોડેથી જ સમજાય છે. જે અર્થ હીન છે. તો સમય મળ્યો છે પોતાના માં રહેલ ઈશ્વરને ઓળખવાનો. જ્યાં સુધી આપણે પોતાને નથી ઓળખતા કે પોતાના પર વિશ્વાસ નથી કરતા ત્યાં સુધી કોઈ તમને સાચા અર્થમાં ન ઓળખશે કે વિશ્વાસ કરશે કે, ન તો તમે કોઈ બીજા પર. મેં ઘણા ધાર્મિક પુસ્તકોમાં વાંચ્યું છે કે, જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એ બધું જ, એ આખી દુનિયા આપણી અંદર છે. આ ઘૂઘવતો સાગર, ખળખળ વહેતા નદી અને ઝરણાં, આ પંખીઓનો કલરવ, મેઘધનુષ, વિજળીના ચમકારા, આ તારલા મઢેલી રાત, આ ચાંદ, આ સૂર્ય બધું જ. હમણાં આપણે બહાર નથી જ જઈ શકતા પણ આપણે અંદર તો ડૂબકી મારી જ શકીએ છીએ. જે શાંતિનો અનુભવ આપણે બહાર નથી કરી શકતા એનો અનુભવ અંદર કરી શકીએ. છેલ્લે કંઈ જ નહીં તો યુ ટ્યુબ પર મોરલી નું સંગીત મૂકી આંખ બંધ કરી કૃષ્ણ આપણી બાજુમાં જ છે એવું સહજ અનુભવ કરી શકીએ. મને વિશ્વાસ છે કે ચોક્કસ અનુભવાશે જે. અહીં સંત કબીર યાદ આવે છે કે, मोको कहाँ ढूँढे बंदे, में तो तेरे पास में । અદભૂત ભજન.
આ શાંતિ, આ અનુભવ આપણને સહેલાઈથી મળી શકે એમ છે જો આપણે ઈચ્છીએ તો. બસ આંખ બંધ કરી, પોતાની જાતને દુનિયા પાસેથી સમેટી પોતાની અંદર અવિરત ચાલતા શ્વાસના લય અને તાલના સંગીત સાથે શબ્દ બ્રહ્મ નાદ ને સાંભળવાની મજા લઈએ. આ સહેલું નથી, એતો કોઈ વિરલો જ અવિરત સાંભળી શકે. પણ આપણે ઈચ્છીએ તો એક પળ માટે પણ આ આનંદ લૂંટી જ શકીએ છીએ. પણ હા, એના માટે, આપણા માં માનવતા લાવવી જરૂરી છે. આપણા માં રહેલા દરેક દોષની મુક્તિ જ આ અવસર નું પહેલું ચરણ છે. તો એ સહજતાથી તમને સામેથી આવી ને વળગશે. અહીં કવિ શ્રી હિમલ પંડ્યાની પંક્તિઓ યાદ આવે છે, "અંદરથી ફૂટી નીકળી છે સાવ અનોખી સમજણ, એ જ ઘડીથી છૂટી ગઈ છે વ્યર્થ બધી અથડામણ,
શબદ મળ્યો તો લાગ્યું જાણે આવ્યું અવસરટાણું
સહજ મળે તે માણું.
મોહ, એષણા, લાલચ, મત્સર સઘળું ફોકટ જાણું
સહજ મળે તે માણું."
-કુંજદીપ

Gujarati Thought by Kinjal Dipesh Pandya : 111416189
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now